ટ્રમ્પે કેનેડા-મેક્સિકો પર ટેરિફના અમલને 2 એપ્રિલ સુધી અટકાવ્યો

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કેનેડા અને મેક્સિકોને લક્ષ્યાંક બનાવીને કેટલાક ટેરિફના અમલને આવતા મહિનાની શરૂઆત સુધી લંબાવ્યો છે. અમેરિકાના આ પગલાંથી કેનેડા સરકાર વળતી નવી કાર્યવાહીને અટકાવશે. આ પગલાંના કારણે નાણાકીય બજારોમાં ઉથલપાથલ પછી કંપનીઓ અને ગ્રાહકોને રાહત મળશે. ટ્રમ્પ દ્વારા 25 ટકા સુધીની ડ્યૂટી તાજેતરમાં લાગુ કરાયા પછી શેરબજાર પછડાયું હતું. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી […]
ડોનાલ્ડ ટ્રમ્પ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને આવકારવા આતુર

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં નવ મહિનાથી ફસાયેલા નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં તેમને ધરતી પર પરત લાવશે. આ અંગે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં પત્રકારોને સંબોધન કરતાં, ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે આપને પ્રેમ કરીએ છીએ અને અમે તમને લેવા આવી રહ્યા છીએ.’ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું […]
સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત અગ્રેસર બનવા તૈયારઃ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે જણાવ્યું હતું કે તેમનું રાજ્ય વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગની માંગ-પુરવઠા શૃંખલાનો મહત્વપૂર્ણ ભાગ બનવાની તૈયારી કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાનની હાજરીમાં 10 સમજૂતીપત્રો (એમઓયુ) પર હસ્તાક્ષર થયાં હતાં. આ સમીટમાં લોકલ ટુ વેલ્યુ ચેઇનનું નિર્માણ કરવા માટે રૂ.15,000 કરોડના રોકાણની […]
કિયારા-સિદ્ધાર્થના ઘરમાં આવશે નાનું મહેમાન

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલીવૂડનું જાણીતું દંપતી છે. હવે આ તેમના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ તેઓ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. ખૂબ જ અનોખા અંદાજમાં આ કપલે આ ગુડ ન્યુઝ સોશિયલ મીડિયામાં ફેન્સ માટે શેર કર્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે […]
સેબીના ભૂતપૂર્વ વડા માધવી બુચ સામે FIRના આદેશ સામે બોમ્બે હાઇકોર્ટનો સ્ટે

બોમ્બે હાઈકોર્ટે મંગળવાર, 4 માર્ચે સેબીના ભૂતપૂર્વ ચેરપર્સન માધબી પુરી બુચ અને અન્ય પાંચ અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાના વિશેષ અદાલતના આદેશ પર ચાર સપ્તાહનો સ્ટે મૂક્યો હતો અને જણાવ્યું હતું કે સ્પેશ્યલ કોર્ટે યાંત્રિક રીતે આ આદેશ આપ્યો હતો. અગાઉ શેરબજારમાં ફ્રોડ અને નિયમોના ઉલ્લંઘનના કનેક્શનમાં સ્પેશ્યલ કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. […]
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા બે ગુજરાતીની ધરપકડ

બનાવટી દસ્તાવેજોને આધારે અમેરિકા ગયેલા અને તાજેતરમાં દેશનિકાલ કરાયેલા બે ગુજરાતીઓની ભારતમાં ધરપકડ થઈ હતી. એ સી પટેલ નામના આરોપી પાકિસ્તાનની નાગરિકના પાસપોર્ટના આધારે અમેરિકા ગયો હતો, જ્યારે 31 વર્ષ જિગ્નેશ પટેલે પણ વસીમ ખલિલના નામે ઇશ્યૂ કરાયેલા પાસપોર્ટના આધારે મુસાફરી કરી હતી. એસી પટેલે મોહમ્મદ નાજીર હુસૈનનું નામ ધારણ કરીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો […]
ટ્રમ્પે યુક્રેનને તમામ લશ્કરી સહાય સ્થગિત કરી

ઓવલ ઓફિસમાં યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે અભૂતપૂર્વ જીભાજોડી કર્યાના થોડા દિવસોમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક અસરથી યુક્રેનને તમામ અમેરિકન સૈન્ય સહાયની ડિલિવરી અસ્થાયી રૂપે સ્થગિત કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને મીડિયા રીપોર્ટમાં જણાવાયું હતું કે ટ્રમ્પે યુક્રેનને તમામ લશ્કરી સહાયની ડિલિવરી અસ્થાયી રૂપે સ્થગિત કરી છે અને આ આદેશ તરત […]
જયશંકરની યુકે યાત્રાઃ બેલફાસ્ટ, માન્ચેસ્ટરમાં નવા ઇન્ડિયન કોસ્યુલેટ ખુલ્લા મૂકશે

યુકે અને આયર્લેન્ડ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે છ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર મંગળવાર, 4 માર્ચે લંડન પહોંચ્યાં હતાં. જયશંકર શુક્રવારે નોર્ધન આયર્લૅન્ડના બેલફાસ્ટમાં ભારતના નવા કૉન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કરશે. શનિવારે નોર્થ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં બીજું ભારતીય કૉન્સ્યુલેટ ખુલ્લુ મુકશે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેઓ એક […]