guestts

બનાવટી દસ્તાવેજોને આધારે અમેરિકા ગયેલા અને તાજેતરમાં દેશનિકાલ કરાયેલા બે ગુજરાતીઓની ભારતમાં ધરપકડ થઈ હતી. એ સી પટેલ નામના આરોપી પાકિસ્તાનની નાગરિકના પાસપોર્ટના આધારે અમેરિકા ગયો હતો, જ્યારે 31 વર્ષ જિગ્નેશ પટેલે પણ વસીમ ખલિલના નામે ઇશ્યૂ કરાયેલા પાસપોર્ટના આધારે મુસાફરી કરી હતી.

એસી પટેલે મોહમ્મદ નાજીર હુસૈનનું નામ ધારણ કરીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સત્તાવાળાઓના હાથમાં ઝડપાયો ગયો હતો અને ભારતમાં દેશનિકાલ કર્યો હતો. એ સી પટેલ 12 ફેબ્રુઆરીએ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો હતો, જ્યાં ઈમિગ્રેશન અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું હતું કે તેની પાસેનો પાકિસ્તાની પાસપોર્ટ બનાવટી નથી, પરંતુ તે મોહમ્મદ નાઝિર હુસૈનનો ખોવાયેલો  ઓજિનિલ પાસપોર્ટ છે. દિલ્હી પોલીસે પાસપોર્ટના દુરુપયોગના આરોપસર ધરપકડ કરી હતી. એ સી પટેલે કબૂલ્યું હતું કે તેને ખોટી ઓળખ મેળવવા માટે દુબઈમાં એક એજન્ટને પૈસા ચૂકવ્યાં હતાં.

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલનો વતની એવા આરોપી જીજ્ઞેશ પટેલને અમેરિકાથી પનામા થઈને દેશનિકાલ કરવામાં આવ્યો હતો. આરોપી નવી દિલ્હીથી રવિવારે સાંજે અમદાવાદ આવ્યો હતો. આરોપીએ અગાઉ વસીમ ખલીલના નામે જારી કરાયેલા પાસપોર્ટનો ઉપયોગ કરીને દિલ્હીથી કેનેડાની મુસાફરી કરી હતી અને ત્યાંથી અમેરિકા ગયો હતો. જિગ્નેશ પટેલની રવિવારે ધરપકડ કરાઈ હતી. અમદાવાદના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ઇન્સ્પેક્ટર એન.ડી. નકુમે જણાવ્યું હતું કે, તેમણે જે પાસપોર્ટ પર મુસાફરી કરી હતી તે નકલી છે કે ખલીલના નામે જારી કરવામાં આવ્યો હતો, તેની તપાસ ચાલુ કરાઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *